Have 2G ANE 3G smartphone ma pan uthavo jio no Aanand

·   0

"હવે 2જી અને 3જી સ્માર્ટફોનમાં પણ ઉઠાવો ‘Jio’ નો આનંદ"
ફ્રી ઈંટરનેટ નો ઉપયોગ કરવાનું કોણ પસંદ નથી કરતુ? બધા ભારતીય લોકો ફ્રી ઈન્ટરનેટ મેળવવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવા તૈયાર છે. વેલ, રિલાયન્સ જીયો ની 4જી સેવા થી ગ્રાહકો ખુબ જ હતા.

તેવામાં રિલાયન્સ જીયો એ નવી સેવાઓ પોતાના ગ્રાહકોને ફ્રી માં આપવાનું એલાન કર્યું છે. આ સેવામાં 2જી અને 3જી ફોનમાં પણ હવે યુઝર્સ ‘Jio ડીજીટલ લાઇફ’ નો લાભ મેળવી શકશે. આ સેવા માટે કંપનીએ ટેક માર્કેટમાં Jio નું નવું ડીવાઈઝ ‘જીયોફાઈ’ ને લોન્ચ કરવામાં આવ્યું છે.

જો તમારી પાસે સ્માર્ટફોન ન હોય તો Jio 4જી વોઈસ એપ્લીકેશન ના માધ્યમે સારી સેવાઓ નો આનંદ માણી શકો છો. JioFi એક 4જી પોર્ટેબલ વોઈસ અને ડેટા ડીવાઈઝ છે. હવે આ દેશમાં ઘણા બધા મલ્ટી આઉટલેટમાં ઉપલબ્ધ થશે. JioFi હોટસ્પોટ ના રૂપે કામ કરશે.

JioFi દ્વારા તમે વોઈસ કોલ, વિડીયો કોલ, ડેટા અને જીયો એપ્સ નો ઉપયોગ કરી શકો છો. કંપની અનુસાર ‘Jio ડીજીટલ લાઇફ’ નો ગ્રાહક ૯૦ દિવસો સુધી આંનદ ઉઠાવી શકશે.

જયારે તમે JioFi ખરીદો ત્યારે તેને વાપરવા માટે તેમાં સીમ નાખી એક્ટીવેટ કરવું. બાદમાં 2જી અને 3જી સ્માર્ટફોનમાં jio ૪જી વોઈસ એપ ડાઉનલોડ કરવી અને આને jio નેટ સાથે કનેક્ટ કરવું.

JioFi ના માધ્યમે ઉપભોક્તા jio ની અદ્ભુત દુનિયાનો અનુભવ કરી શકે છે.

JioFi ખરીદતા સમયે રિલાયન્સ ડીજીટલ એક્સપ્રેસ મીની સ્ટોરમાં જઇ પાસપોર્ટ ફોટો, ફોટો આઈડી અને એડ્રેસ પ્રૂફ લઇ જવું. JioFi ને તમે AJIO.com સહીત વિભિન્ન ઇકોમર્સ સાઈટ માંથી ખરીદી શકો છો. JioFi સાથે એક jio સીમ પણ આપવામાં આવે છે.

Subscribe to this Blog via Email :