Jano swasthya ne saru banavvani asar karak tips.

·   0

"જાણો સ્વાસ્થ્ય ને સારું બનાવવાની અસરકારક ટીપ્સ"

* પેટમાં થતા દુઃખાવાને રોકવા માટે એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવીને તેમાં ચપટી મીઠું, ચપટી પીસેલું જીરું અને ચપટી પીસેલ અજમા નાખીને પીવાથી પેટનો દુઃખાવો દુર થાય છે.

* મધ અને લીંબુના રસથી શરદી અને તાવ માં રાહત મળે છે. લગભગ એક ચમચી લીંબુના રસમાં બે ચમચી મધ મેળવીને એક ગ્લાસ હુંફાળા પાણીમાં નાખીને કે ગરમ દૂધમાં મેળવીને પીવું. આને પીવાથી શિયાળામાં તમારું સ્વાસ્થ્ય ઠીક બની રહેશે.

* તુલસી ના પાન નો રસ, આદુનો રસ અને મધ ને બરાબર માત્રામાં મેળવીને ૧-૧ માત્રામાં દિવસમાં ૩ થી ૪ વાર પીવાથી શરદી, તાવ દુર થાય છે.

* રોજ સવારે અને સાજે ભોજન કર્યા બાદ થોડી માત્રામાં વરીયાળી ખાવાથી લોહી સાફ થાય છે. આનાથી ત્વચાનો રંગ પર ગોરો થાય છે.

* શિયાળામાં ફેસની ત્વચા ઠંડીને કારણે સુષ્ક/ફાટી જાય છે આના માટે નારિયેળના તેલ માં હળદર અને બેકિંગ સોડા મેળવીને પેસ્ટ લગાવતા પહેલા લીંબુને મોઢા પર થયેલ કાળા દાગ-ઘબ્બા પર લગાવ્યા બાદ આને ફેસ પર લગાવવું.

* જો પેશાબ માં બળતરા થાય તો ભીંડાનું શાક વધારે ખાવું. આના સેવનથી આ સમસ્યા દુર થશે.

* જમરૂખ માં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. આના નિયમિત સેવનથી કબજીયાત જેવી સમસ્યા દુર થાય છે. આના સિવાય પેટના ખરાબ કીડાઓ પણ દુર થાય છે.

* હળદર અને મીઠાને સરસવ ના તેલમાં મેળવો. આને પ્રતિદિન ૨ થી ૪ વાર દાંતો પર ઘસવાથી દાંતના કીડાઓ દુર થશે.

* ટામેટાના સેવનથી દાંતો અને હાડકાની કમજોરીઓ દુર થાય છે.

Subscribe to this Blog via Email :