Aa rite paytm dwara karo offline ma payment

·   0

 "Oohh…. તો આ રીતે Paytm દ્વારા કરો ઓફલાઈન માં રૂપિયાનું પેમેન્ટ"
જ્યારથી ભારતમાં મોદી સરકારે નોટબંધી ની જાહેરાત કરી ત્યારથી જ લોકો નાણાની કટોકટી સર્જાતા વધુ ને વધુ Paytm એપ્લીકેશન નો ઉપયોગ કરવા લાગ્યા છે.

Paytm પોતાના યુઝર્સ માટે Offline Payment કરવાનું ફીચર લાવ્યું છે. આજે અમે તમને તેના વિષે જ જણાવવાના છીએ. તો ચાલો જાણીએ...

સૌપ્રથમ સ્ટેપ ૧ :

Paytm માં Offline Payment કરવા માટે આમાં એકાઉન્ટ બનાવવું જરૂરી છે.

સ્ટેપ ૨ :

હવે તમારો રજીસ્ટર્ડ પેટીએમ ફોન નંબરથી ટોલ ફ્રી નંબર 1800-1800-1234 પર ડાયલ કરો.

સ્ટેપ ૩ :

આના પછી તમારો કોલ ડીસકનેકટ થઇ જશે અને તમને Paytm નો એક કોલ આવશે.

સ્ટેપ ૪ :

જયારે તમે પહેલી વાર Paytm ના આ ફીચરનો ઉપયોગ કરશો ત્યારે Paytm તમને એક PIN set કરવાનું સુચવશે.

સ્ટેપ ૫ :

PIN set કર્યા બાદ જે મોબાઈલ નંબર પર તમારે પૈસા મોકલવા હોય તે મોબાઈલ નંબરને લખી એન્ટર કરો. આ સિવાય તમારે જેટલું અમાઉન્ટ પેમેન્ટ કરવું હોય તેટલું અમાઉન્ટ લખી એન્ટર પ્રેસ કરો.

સ્ટેપ ૬ :

લાસ્ટ માં પોતાના ટ્રાન્ઝેક્શન ને કન્ફર્મ કરવા માટે ૧ થી રીપ્લાઈ કરો.

Subscribe to this Blog via Email :